ટ્રસ્ટ વિશે
સવલતો
ઉત્સવો
દાન
ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો?
ફોટો ગેલેરી
વિડીયો ગેલેરી
દાતાશ્રીઓની યાદી
સાઈટ મેપ
ઑડિયો ગેલેરી
 
મંદિરનું બાંધકામ

મા ઉમિયાની ઉત્પત્તિ-પ્રથમ અવતાર

મા ઉમિયાનું મંદિર પ્રથમ કોણે બનાવ્યું તેની કોઇ આધારભૂત માહિતી નથી. વહીવંચા બારોટોના ચોપડાના આધારે ભગવાન શંકરે મા ઉમિયાની ઊંઝા ખાતે સ્થાપના કરી. તે બાદ રાજા વ્રજપાલસિંહજીએ મંદિર બનાવ્યું અને મોટો યજ્ઞ કર્યો. તે બાદ રાજા અવનીપતે મા ઉમિયાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને સવા લાખ શ્રીફળ હોમ્યા હતા. અને ઘીના કુવા ભરી હોમ કર્યો હતો.

તે બાદ મંદિર જીર્ણ થતાં વિ.સંવત ૧૧૨૨/૨૪ માં ગામી સાખના વેગડા ગામીએ મા ઉમિયાનું મંદિર બનાવ્યું. મા ઉમિયાનું તે મંદિર હાલ મોલ્લોત વિભાગના શેષશાયી ભગવાનની જગ્યા છે ત્યાં હતું.

આ મંદિરને વિ.સંવત ૧૩૫૬ આસપાસ દિલ્હીના સુલતાન અલાઉદીન ખીલજીના સુબા ઉલુધખાને તોડયું. તે વખતે માતાજીની મૂર્તિ મોલ્લોતોના મોટા માઢમાં આજે ગોખ છે, ત્યાં રાખી, માતાજીનું મંદિર ત્યાં હોવાને લીધે માતાજીની પલ્લી દર જેઠ સુદ બીજના રોજ, હેલખેલના હળોતરા, ભતવારી, ચાર મોટા માટલાંથી જોવાતા શુકન વગેરે ત્યાંથી થતું. વૈષ્ણવ વાણીયાઓ અનાજ વહોરવા આવતા અને તે અનાજથી શુકન જોવાતા. અઢારમી ઓગણીસમી સદીમાં અંગ્રજોના વખતમાં શાન્તિનો સમય હતો. માતાજીનું ઇંટ ચુનાનું મંદિર હાલની જગ્યાએ થયું. કોણે અને ક્યારે બન્યાની માહિતી નથી. મંદિરનો કિલ્લો વિ.સંવત ૧૮૭૩ થી ૧૮૭૯ માં બન્યો.

મા ઉમિયાના ઇંટ ચુંનાના મંદિરની જગ્યાએ નવિન પથ્થરનું મંદિર વિ.સંવત ૧૯૪૩ ઇ.સ.૧૮૮૭ માં તૈયાર કરવામાં આવ્યું. શ્રી રામચંદ્ર મનસુખલાલે કડવા પાટીદારના જુદા જુદા વિસ્તારના આગેવાનોની મીટીંગ વિ.સં.૧૯૧૬ ઇ.સ.૧૮૬૦ માં બોલાવી ફંડ ફાળો કરી એક લાખ રૂપિયાનું ઉધરાણું કર્યું. અને તેમણે વિ.સં.૧૯૨૧ ઇ.સ.૧૮૬૫ માં ઇંટ-ચુંનાના મંદિરની જ્ગ્યાએ નવું પથ્થરનુ મંદિર બનાવ્યું. તે બાદ અધુરા કામ માટે રાવબહાદુર બેચરદાસ અંબાઇદાસ લશ્કરીએ તા.૧૮-૧-૧૮૮૩ માં કડવા પાટીદાર સમાજના ૪૦૦ આગેવાનોની મીટીંગ અમદાવાદ પોતાના ઘેર બોલાવી લોક ફાળો ર્ક્યો અને વિ.સં.૧૯૪૦ માં પાટડી દરબાર અને રાવબહાદુર બેચરદાસ લશ્કરીની આગેવાનીમાં મંદિર બાંધકામ અને વહીવટ માટે એક પંચની રચના કરી. જેમાં ઊંઝા, કડી, ઉમતા, ચાણસ્મા, ઉપેરા, સરઢવ, લાંધણજ, રૂપાલ, મહેસાણા અને પીલોદરાના આગેવાનો હતા. તે વખતે ગાયકવાડશ્રીએ પણ માતાજીને ભેટ રૂપે રૂ.૧૫૦૦/-મોકલ્યા હતા. તા.૨૫-૧-૧૮૮૪ ની આ પંચની મીટીંગમાં કડવા પાટીદાર સમાજમાંથી ઘર દીઠ એક રૂપિયો ઉધરાવવાનો ઠરાવ કર્યો, ઉધરાવેલી રકમથી અધુરું બાંધકામ શરૂ થયું. મંદિરનું બાંધકામ વિ.સંવત.૧૯૪૩ માં પૂર્ણ કરી તા.૬-૨-૧૮૮૭ ના રોજ વાસ્તુ પૂજન કરી, મંદિર ખુલ્લુ મુકાયું. ગાયકવાડ સરકારે માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો. બેચરદાસ લશ્કરીને પણ શાલ, જોટો અને પાઘડી ભેટ આપી. તે વખતે શ્રી નાગરદાસ ઉગરદાસ પટેલ- મોલ્લોત અને શ્રી કશળદાસ કિશોરદાસ પટેલ- રૂસાતે સોનાનું શિખર ચડાવવાનો રૂ.૨૦૦૦/- નો ચડવો લીધો.

તે બાદ તા.૧-૪-૧૮૮૭ વિ.સં.૧૯૪૩ માં માનસરોવર બાંધકામ શરૂ કરી ઇ.સ.૧૮૯૫ વિ.સં.૧૯૫૧ માં પૂર્ણ કર્યું.

આ મંદિરનો અને માનસરોવરનો શિલાલેખ મોજુદ છે.

વિ.સંવત ૧૯૮૭ તા.૨-૫-૧૯૩૧ માં માતાજી સંસ્થાનનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને ઇ.સ.૧૯૫૨ માં સંસ્થાના સ્ટની નોંધણી રજી.નં.અ/૯૪૩ મહેસાણાથી કરવામાં આવી.

બંધારણની રચના બાદ ઇ.સ.૧૯૩૧ થી ૧૯૫૬ સુધી સંસ્થાના હોદ્દેદાર સુત્રધારો નીચે મુજબ હતાં.

પ્રમુખશ્રી - શ્રી દુર્ગાપ્રસાદ શંભુપ્રસાદ લશ્કરી – અમદાવાદ
ઉપપ્રમુખશ્રી - શ્રી લાલસિંહજી રાયસિંહજી દેસાઇ-પાટડી
મંત્રીશ્રી - શ્રી નંદલાલ મંછારામ પટેલ- અમદાવાદ

તે બાદ આ કમીટી દ્વારા ઓરડીઓ, દુકાનો, પાવર હાઉસ, નાની ધર્મશાળા, ટાવર, કમીટી હોલ વગેરે ઇ.સ.૧૯૭૧-૭૨ સુધી બનાવવામાં આવ્યા

Top ⇑
 
૧૮ મી શતાબ્દી રજત જ્યંતી મહોત્સવ સહસ્ત્રચંડી મહાયજ્ઞ ૨૦૦૯ ( વધુ માહિતી માટે અહિયા ક્લિક કરો )
Site Designed By : Adit Microsys હોમ   |  ટ્રસ્ટ વિશે  |  સવલતો  |  ઉત્સવો   |   દાન (ડોનેશન)  |  ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો?  |  વિડીયો ગેલેરી  |   ફોટો ગેલેરી  | ડાઉનલોડ  |  સાઈટ મેપ  |  સંપર્ક માહિતી
Copyright © 2009 . All Right Reserved
 
hit counters