View Larger Map |
• ગુજરાતમાં અમદાવાદથી ઉત્તરે ૧૦૦ કિલોમીટર
• મુંબઇથી વાયા અમદાવાદ ઉત્તરે ૭૫૦ કિલોમીટર
• દિલ્હીથી દક્ષિણે ૯૫૦ કિલોમીટર
રેલવેમાર્ગ-
• અમદાવાદથી દિલ્હીના રસ્તે વાયા કલોલ, મહેસાણા થઇ ઊંઝા
• મુંબઇથી અમદાવાદ થઇ દિલ્હીના રસ્તે ઊંઝા
• દિલ્હીથી રેવાડી, અજમેર, મારવાડ થઇ ઊંઝા
બસમાર્ગ-
• અમદાવાદથી ઊંઝા વાયા મહેસાણા સ્ટેટ હાઇવે નંબર. ૪૧ના રસ્તે |
|
વિમાનમાર્ગ -
• મુંબઇથી અમદાવાદ - ત્યાંથી રેલવે યા બસ મારફત ઊંઝા
• દિલ્હીથી અમદાવાદ - ત્યાંથી રેલવે યા બસ મારફત ઊંઝા
નજીકનું હિલસ્ટેશન -
• માઉન્ટઆબુ (રાજસ્થાન) - ઊંઝાથી ઉત્તરે રેલવે કે બસ માર્ગે લગભગ ૧૩૦ કિલોમીટર.
(શિલ્પ સ્થાપત્યના નમૂનારૂપ ભારતભરમાં પ્રખ્યાત દેલવાડાના દેરાં)
• સાપુતારા (ગુજરાત) - ઊંઝાથી અમદાવાદ - સુરત થઇ રેલવે કે બસ માર્ગે લગભગ ૪૫૦ કિલોમીટર
નજીકનું ઐતિહાસિક સ્થળ -
• પાટણ - એક વખતની સોલંકીઓ સમયની રાજધાની - ઊંઝાથી ૨૬ કિલોમીટર પશ્ચિમે (રાણકીવાવ, સહસ્ત્રલિંગ તળાવ)
• વડનગર - નાગર બ્રાહમણોનું મુખ્ય મથક - ઊંઝાથી ૪૦ કિલોમીટર પૂર્વમાં (તોરણ, હાટકેશ્વર મહાદેવ)
• મોઢેરા - ઊંઝાથી લગભગ ૬૦ કિલોમીટર દક્ષિણ - પશ્ચિમ બાજુ (સૂર્યમંદિર, સ્થાપત્ય કલાનો અજોડ નમૂનો)
• સિધ્ધપુર - ઊંઝાથી લગભગ ૧૫ કિલોમીટર ઉત્તરે (રુદ્ર મહાલય - શિવમંદિર અલ્લાઉદ્દીન ખીલજીએ તોડયું - હાલ જીર્ણ)
નજીકનાં યાત્રાધામ -
• અંબાજી - અંબાજી માતાની શક્તિપીઠ - બસ રસ્તે ઉત્તરમાં ૧૧૦ કિલોમીટર
• બેચરાજી - બાલાત્રિપુરા સુંદરી શ્રી બેચરાજી શક્તિપીઠ - બસ રસ્તે દક્ષિણ-પશ્ચિમે ૮૫ કિલોમીટર
• સિધ્ધપુર - શાસ્ત્રોમાં સ્થાન પામેલ સિદ્ધક્ષેત્ર શ્રીસ્થળ - માતૃશ્રાદ્ધ માટે ખાસ સરસ્વતી નદી જે દરિયાને મળતી ન હોવાથી કુમારિકા કહેવાય છે. આથી પવિત્ર મનાય છે. સ્નાનનો મહિમા વધુ છે. બારે માસ વહેતી નથી - કપિલમુનીનો આશ્રમ - બિન્દુ સરોવર - ઊંઝાથી ૧૫ કિલોમીટર ઉત્ત
|