શ્રી ઉમિયા માતાજીની જ્યોતિરથ સમાજના વિકાસ -એકતા - ભાઇચારો અને ભક્તિભાવનું અનોખું સોપાન છે. ઉત્કર્ષનિધિ પરિપૂર્ણ કરવા જ્યોતિરથનું ગુજરાતના ૩૫૦૦ ગામોમાં પરિભ્રમણ થયું. જ્યોતિરથનું નિર્માણ મધ્યપ્રદેશના કરોંદિયા ગામે ત્યાંના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે આર્થિક સહયોગ માટે માતાજીની મૂર્તિ સ્થાપિત કરી રથ જેવું બનાવી કામ પાર પડેલું. તેમાંથી મણીભાઇ મમ્મી અને શ્રી કેશવલાલ શેઠને પ્રેરણા થઇ અને આ રથનું નિર્માણ થયું. રથની લંબાઇ ૨૩' પહોળાઇ-૮' અને ઊંચાઇ ૧૫' છે. આ જ્યોતિરથની તા.૨૩/૧૦/૧૯૯૭ના રોજ ઊંઝા ખાતે અભૂતપૂર્વ સ્વાગતથી પધરામણી થઇ.
આ રથ ગુજરાત બાદ મધ્યપ્રદેશના ૭૪૨ ગામો અને રાજસ્થાનનાં ૯૧ ગામોમાં ફર્યો. બંને જગ્યાએ સારો આર્થિક સહયોગ મળ્યો. અને શૈક્ષણિક સંકુલો બન્યાં. આ રથના પરિભ્રમણ વખતે વ્યસન મુક્તિના સંકલ્પ સાથે સૌ ઝધડા-ટંટા, વેરભાવ ભૂલી સાથે બેસી ગામે ગામ ધુમાડા બંધ જમ્યા. આ રથથી સમાજમાં જાગળતી આવી અને રથની ઉછામણીથી રૂપિયા ૭ કરોડ અને વીમા યોજનામાં રૂ.૬,૫૦ કરોડ, કુલ રૂ.૧૩,૫૦ કરોડ એકઠાં થયા. રૂ.૧૦૦ કરોડ પૂર્ણ થયા નથી. |