શ્રી ઉમિયા માતાજી સંસ્થાનનો ૧૮ મી શતાબ્દી રજત જયંતી મહોત્સવ

આ સંસ્થાએ ૧૯૭૬ માં ૧૮મી શતાબ્દી મહોત્સવને પચીસ વર્ષ પુરા થયા ત્યારથી તેનો રજત જયંતી મહોત્સવ ઉજવવાની વિચારણા ચાલતી હતી. પરંતુ તે માટેનો સર્વ માન્ય સમય સંવત ૨૦૬૬ ના માગશર સુદ ૧૧ થી માગશર સુદ ૧૫ તા.૨૮-૧૧-૨૦૦૯ થી તા.૨-૧૨-૨૦૦૯ દરમ્યાન ઉજવવાનું નક્કી થયું છે. આ મહોત્સવ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞથી ઉજવાનાર છે. માતાજીની મૂર્તિમાં ૧૮ મી શતાબ્દી મહોત્સવ- ૧૯૭૬ બાદ તેત્રીસ વર્ષે નવિન ચૈતન્ય પેદા થાય તે ધાર્મિક હેતુ તો છે જ. સાથે સાથે ફરી કડવા પાટીદાર સમાજનો એક મિલન મેળો થશે. દુનિયાભરમાં વસતા કડવા પાટીદારો ઉમટી પડશે. ૪૦ થી ૫૦ લાખ ભાવિકો દર્શનાર્થે આવવાનો અંદાજ છે.

આ મહોત્સવથી થનારી આવકનો ઉપયોગ સમાજના વિકાસમાં વપરાશે. હાલ જે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ ચાલે છે, તે માટે ખુબ ઓછી રકમ આપી શકાય છે. તેમાં યોગ્ય વધારો થશે. અત્યાર સુધીમાં કન્યા કેળવણી પાછળ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેથી કુમારો કેળવણીમાં પાછળ રહેતાં જણાયા છે. હવે કન્યાઓ સાથે કુમારોને પણ કેળવણી માટે પ્રોત્સાહીત કરવામા આવશે. ગુજરાતભરમાં યોગ્ય જગ્યાઓએ કેળવણી સંકુલ બનાવવાનું વિચારાયું‍ છે. કૃષિ સંકુલ માટે પણ યોજના વિચારી છે. સમાજને વ્યસન મુકત કરવો, સાંસ્કૃતિક વારસો જાળવવો અને વડીલો યોગ્ય સન્માનથી જીવી શકે, તેવા પ્રયત્નો થશે. ધંધાકીય વિકાસ માટે પણ શક્ય મદદરૂપ થવાનો ખ્યાલ છે.

શહેરમાં વસતો સમાજ અને ગામડામાં વસતા સમાજનું સંકલન સાધવાના પ્રયત્નો પણ કરવાનો ખ્યાલ છે.

આ રીતે સમયના પરિવર્તન સાથે ૨૧ મી જ્ઞાનની સદીમાં સમાજ પ્રગતિ કરતો રહે અને પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે – તેવા ખ્યાલ સાથે આ રજત જ્યંતી મહોત્સવ ઉજવાશે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ યુ.પી.અને જ્યાં જ્યાં કુર્મિ ક્ષત્રિયો વસે છે તે સર્વ જાતિ ભાઇઓ સાથે વિશેષ નાતો બંધાય, તેવા પ્રયત્નો થશે. છેક યુ.પી., બિહાર, ઓરિસ્સા, નેપાળ સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી મા ઉમિયાનો પ્રભાવ વધી રહ્યો છે. મા ઉમિયાની ધજા નીચે આ સર્વ જાતિ ભાઇઓ એક બને અને પ્રગતિ સાધે – તેવો પ્રયત્ન બની રહેશે. આ માટે આ સર્વ વિસ્તારોમાં જ્યોતિરથનું પરિભ્રમણ પણ થઇ શકશે. જેના દ્વારા એકતા અને ભાઇચારો વધશે.

 
૧૮ મી શતાબ્દી રજત જ્યંતી મહોત્સવ સહસ્ત્રચંડી મહાયજ્ઞ ૨૦૦૯ ( વધુ માહિતી માટે અહિયા ક્લિક કરો ) | લાઈવ વેબકાસ્ટ ૨૮/૧૧/૦૯ થી ૨/૧૨/૦૯
Site Designed By : Adit Microsys હોમ   |  ટ્રસ્ટ વિશે  |  સવલતો  |  ઉત્સવો   |   દાન (ડોનેશન)  |  ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો?  |  વિડીયો ગેલેરી  |   ફોટો ગેલેરી  | ડાઉનલોડ  |  સાઈટ મેપ  |  સંપર્ક માહિતી
Copyright © 2009 . All Right Reserved
 
hit counters